Editing Tutorilas

Below are all the pngs and backgrounds related to editing and subscribe to our YouTube channel P.D.EDING for tutorials and tricks and tips for editing.

Chandrayaan 3 Landing Live: ચંદ્રયાન 3 થોડા કલાકોમાં ચંદ્ર પર લેન્ડ કરશે, જુઓ અહીંથી લાઈવ દ્રસ્યો

Chandrayaan 3 Landing Live: ચંદ્રયાન 3 થોડા કલાકોમાં ચંદ્ર પર લેન્ડ કરશે, જુઓ અહીંથી લાઈવ દ્રસ્યો


Chandrayaan 3 Landing Live: 23 ઓગષ્ટ ભારત માટે ઇતિહાસ સર્જનારી અને ગૌરવપૂર્ણ હશે. 23 ઓગષ્ટે ચંદ્રયાન-3 નુ સોફટ લેન્ડીંગ ચંદ્ર પર થનાર છે. ત્યારે આ ગૌરવપૂર્ણ ક્ષણની આખો દેશ આતુરતાથી રાહ જોઇ રહ્યો છે. 14 જુલાઇએ ઇસરો દ્વારા હરિકોટા ના સતિષ ધવન સ્પેશ સેન્ટરથી ચંદ્રયાન-3 નુ સફળ લોંચીંગ કરવામા આવ્યુ હતુ. હાલ ચંદ્રયાન તેની નિર્ધારીત ગતિથી આગળ વધી રહ્યુ છે. અને 23 તારીખે સોફટ લેન્ડીંગ કરનાર છે.


Chandrayaan 3 Landing Live

Chandrayaan 3 Landing Live 23 ઓગષ્ટ તમામ દેશવાસીઓ માટે ગૌરવપૂર્ણ ક્ષણ હશે. જ્યારે Chandrayaan-3 નુ ચંદ્ર પર સોફટ લેન્ડીંગ કરનાર છે. ચંદ્રયાન ના આ સોફટ લેન્ડીંગ ની પ્રક્રિયા સાંજે અંદાજીત 5:27 વાગ્યે થી શરૂ થશે. જેનુ ઇસરો દ્વારા યુ ટયુબ, ફેસબુક પેજ અને વેબસાઇટ ના માધ્યમથી લાઇવ ટેલીકાસ્ટ થનાર છે. તમામ દેશવાસીઓને અને શાલા કોલેજોમા વિદ્યાર્થીઓને આ ગૌરવપૂર્ણ ક્ષણ લાઇવ નિહાળવા ઇસરો તરફથી અપીલ કરવામા આવી છે. ચાલો ત્યારે જાણીએ Chandrayan 3 Landing Live કઇ રીતે નિહાળશો.

સમગ્ર વિશ્વ રાહ જોઇ રહ્યુ છે ભારતના ચંદ્રયાન-3 મિશન પર

ભારત ઈતિહાસ રચવાથી માત્ર થોડા કલાકો દૂર છે.

Chandrayaan 3 સાંજે 6.4 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ભાગમાં સોફટ લેંડીંગ કરશે

PM મોદિ હાલ સાઉથ આફ્રીકાના પ્રવાસે છે. જહોનીસબર્ગથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાય તેવી શકયતાઓ.

ભારત બનશે ચંદ્ર ની ધરતી પર સોફટ લેન્ડીંગ કરનાર ચોથો દેશ

Chandrayaan નુ લેન્ડર આજે 6:04 વાગ્યે ચંદ્ર પર લેન્ડ કરનાર છે.ચંદ્ર પર 14 દિવસ અંધકાર અને 14 દિવસ પ્રકાશ રહે છે. 23 ઓગષ્ટે જ ચંદ્ર પર સૂર્યોદય થવાનો છે. જેથી સૂર્યની રોશનીમા ચંદ્રયાનનુ રોવર ચાર્જ થતુ રહેશે.


ચંદ્રયાન 3 લેન્ડિંગ લાઈવ

સ્પેસ એપ્લિકેશન સેન્ટર (એસએસી) – ઈસરોના ડિરેક્ટર નિલેશ એમ.દેસાઇએ કહ્યું હતુ કે 23 ઓગસ્ટે ચંદ્ર પર ચંદ્રયાન-3ના લેન્ડીંગના બે કલાક પહેલા અમે લેન્ડર મોડ્યુલની સ્થિતિ અને તે સમયે ચંદ્ર પરની સ્થિતિના આધારે સમીક્ષા કરવામા આવશે અને નક્કી કરવામા આવશે કે તે સમયે ચંદ્રયાનને સોફટ લેન્ડીંગ કરાવવુ યોગ્ય છે કે નહીં. જો કોઈ સ્થિતિ કે ફેક્ટર અનુકૂળ નહી હોય તો 27 ઓગસ્ટે Chandrayaanને સોફટ લેન્ડીંગ કરાવવાનો નિર્ણય કરવામા આવશે. અમે ઇચ્છીએ છીએ કે ત્યાં કોઈ સમસ્યા નહી હોય અને અમે તેને સરળતાથી દૂર કરી શકીએ છીએ.


ચંદ્ર થી કેટલુ છે દૂર ?

ઈસરોએ એવી માહિતી આપી હતી કે Chandrayaan-3 ચંદ્રની ખૂબ જ નજીક પહોંચી ગયું છે અને 23 ઓગસ્ટે દક્ષિણ ધ્રુવ પાસે સોફ્ટ લેન્ડિંગ કરનાર છે. લેન્ડર હાલમાં ચંદ્રની સપાટી પર સલામત ઉતરાણ કરવા માટે સપાટ જમીનની શોધી રહ્યુ છે. લેન્ડર ચંદ્ર પર એવી જગ્યાની શોધમાં છે જ્યાં બોલ્ડર્સ અને ખાઈઓ નથી. ચંદ્રયાન-3 મિશન ચંદ્રની સપાટીથી માત્ર 25 કિમી જેતૅલુ જ દૂર છે. જો ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લેન્ડ કરવામાં આવશે તો ભારત આવું કરનારો પ્રથમ દેશ બની જશે. અને તે ક્ષણ દરેક દેશવાસી માટે ગૌરવપૂર્ણ ક્ષણ હશે.


ચંદ્રયાન મિશન કોણે તૈયાર કર્યું?

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ના અગ્રણી અને નિષ્ણાંત વૈજ્ઞાનિકો એ સાથે મળીને Chandrayaan મિશન તૈયાર કર્યું છે. જેમાં ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથ અને તેમની નિષ્ણાંત વૈજ્ઞાનીકોની ટીમ સામેલ છે. ચંદ્રયાન-3 પ્રોજેક્ટના ડિરેક્ટર અને વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)ના ડિરેક્ટર પણ આ ટીમનો એક હિસ્સો છે. ચાલો તેમના વિશેમાહિતી મેળવીએ. એસ સોમનાથઃ ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે ગયા વર્ષે જાન્યુઆરીમાં સ્પેસ એજન્સીનો ચાર્જ સંભાળ્યો હતો. તેઓ ભારતના ચંદ્ર મિશનમાં સામેલ સૌથી અગ્રણી વ્યક્તિ કહી શકાય. ISROના અધ્યક્ષ બનતા પહેલા, સોમનાથ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC) અને લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટરના ડિરેક્ટર તરીકે પણ સેવા બજાવી ચૂક્યા છે. Chandrayaan ઉપરાંત, સૂર્ય પર મોકલવામાં આવેલ આદિત્ય-L1 અને ગગનયાન (ભારતનું પ્રથમ માનવ મિશન) મિશન પણ તેમની દેખરેખ હેઠળ ચાલી રહ્યા છે.

પી વીરમુથુવેલઃ ચંદ્રયાન-3 મિશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર પી વીરમુથુવેલ છે. તેમને 2019માં Chandrayaan-3 માટે ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા. વીરમુથુવેલ ઈસરોના મુખ્ય કાર્યાલયમાં ‘સ્પેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોગ્રામ ઓફિસ’માં ડેપ્યુટી ડિરેક્ટર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.


Chandrayan Landing Live Telecaste

23 ઓગષ્ટે ચંદ્રયાન ના લેન્ડીંગની પ્રક્રિયા ઇસરો દ્વારા લાઇવ ટેલીકાસ્ટ કરવામા આવનાર છે. જે ઇસરોની યુ ટયુબ ચેનલ, ફેસબુક પેજ, ઇસરો વેબસાઇટ અને દુરદર્શન ચેનલ પરથી લાઇવ ટેલીકાસ્ટ કરવામા આવનાર છે.

ચંદ્રયાન 3 વિષે માહિતી.

Chandrayan Landing Live જુઓ યુ ટયુબ પર.  અહીં ક્લિક કરો.


About Editing Tutorial

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.

0 Comments:

Post a Comment